લોકસભા ચૂંટણીનો જંગ આ વખતે ન ફક્ત રેલીઓ મારફતે લડાઈ રહ્યો છે પરંતુ ડિજિટલ પ્લેટફૉર્મ પર પણ પક્ષ-વિપક્ષ આમને-સામને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે બ્લૉગ લખીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું, તેઓએ વંશવાદ- લોકતંત્ર- સંસદ સહિતના ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી. પ્રધાનમંત્રીએ ગણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા કામ એવા થયા છે જે કોંગ્રેસ સરકારો દરમિયાન નથી થયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે ઈમરજન્સી લાગુ કરી કોંગ્રેસે સાબિત કર્યું કે તે એક વંશની રક્ષા કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે.
પ્રધાનમંત્રીએ લખ્યું કે, 2014માં દેશવાસી આ વાતથી ખુબ જ દુખી હતા કે આપણા સૌનું વ્હાલુ ભારત આખરે ફ્રેજાઈલ ફાઈવ દેશોમાં કેમ છે? કેમ કોઈ સકારાત્મક ખબરની જગ્યાએ ફક્ત ભ્રષ્ટાચાર, પસંદગીના લોકોને ખોટો ફાયદો પહોંચાડવા અને ભાઈ-ભત્રીજાવાદ જેવી ખબરો જ હેડલાઈ બનતી હતી.
ત્યારે સામાન્ય ચૂંટણીમાં દેશવાસિઓએ ભ્રષ્ટાચારમાં ડુબેલી તે સરકારથી મુક્તિ મેળવવા અને એક સારા ભવિષ્ય માટે મતદાન કર્યું હતુ, વર્ષ 2014નો જનાદેશ ઐતિહાસિક હતો. ભારતના ઈતિહાસામાં પહેલી વાર કોઈ ગૈર વંશવાદી પાર્ટીને પૂર્ણ બહુમત મળી હતી.