નવી દિલ્હીઃ પુલવામા એટેક બાદ જમ્મૂ કાશ્મીરમાં સેનાનું સર્ચ ઓપરેશન વચ્ચે પ્રધાનમંત્રીએ યવતમાલની રેલીમાં મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, પુલવામામાં આતંકના જે માસ્ટરમાઇન્ડે ગુનો કર્યો છે, તે ગમે એટલુ છુપાવાની કોશિશ કરશે, તેને સજા જરૂર મળશે.
પીએમ મોદીનું આ નિવેદન ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જમીનથી નાપાક કરતૂત કરનાર જૈશના આતંકવાદી મસહૂદ અઝહર વિરૂદ્ધ ઓસામા બિન લાદેન જેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ એકવાર ફરી દેશવાસીઓને ભરોસો અપાવ્યો છે કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
તેમણે આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે સેનાને ખુલી છૂટ આપવાની પણ વાત કરી. પીએમ મોદીએ દેશવાસિયોને ધિરજ રાખવાની અપીલ કરતા કહ્યું કે, જવાનો પર ભરોસો રાખીએ, ગુનેગારોને સજા જરૂર મળશે.
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ અહીં કહ્યું કે, હું જાણુ છુ કે આપણે સૌ ખુબ વધુ દુઃખમાંથી પસાર થઇ રહ્યા છીએ. પુલવામામાં જે થયું, તેને લઇને તમે આક્રોશમાં છો હું સમજુ છું. જે પરિવારોએ પોતાના લાલ ખોયો છે, તેમનું દુઃખ હું અનુભવું છું. આ શહીદોનું આ બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકવાદી સંગઠનોના જે માસ્ટરમાઇન્ડ દ્વારા ગુનો કરવામાં આવ્યો છે, તે ભગે ગમે ત્યાં છૂપાવાના પ્રયત્નો કરે, પરંતુ તેમને સજા જરૂર આપવામાં આવશે.