પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ વિવાદિત ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું -'મોદી પહેલા બંગાળ નથી આવ્યા. હવે ચૂંટણીમાં તેમને બંગાળમાંથી વોટ જોઈએ. અમે મોદીને બંગાળનું રસગુલ્લુ આપશું. અમે માટીથી મિઠાઈઓ બનાવીશું અને તેમાં કાંકરા નાખીશું જેમ લાડુમાં કાજુ અને કિશમિશનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી દાંત તૂટી જશે.'
મમતા બેનર્જીએ આ વાત આસનસોલમાં કહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની સાથે પોતાના નોન-પોલિટીકલ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મમતા દીદી તેમને દરવર્ષે કુર્તા જરૂર મોકલે છે.
આ મામલે મમતા બેનર્જીએ કહ્યું હતુ કે, તે પીએમ મોદીને કુર્તા ઉપહાર તરીકે મોકલે છે. જે રાજનીતિથી અલગ છે. મમતાએ બિરભૂમિ જિલ્લામાં ગુરુવારે પોતાની ચૂંટણી રેલીમાં કહી હતી કે મોદી બાબૂ કહે છે કે હું ભેટ સ્વરૂપે તેમને કુર્તા મોકલું છું, હું પુછું છું કે તેમાં શું ખોટુ છે. હું ફક્ત મોદીને જ કુર્તા નથી મોકલતી પરંતુ બીજા લોકોને પણ ઉપહાર મોકલું છું. પરંતુ અમે આ વિશે વાત નથી કરતા કેમ કે આ અમારી સંસ્કૃતિ નથી. આ અમારો શિષ્ટાચાર છે.
મમતા બેનર્જીનું કહેવું હતુ કે, મોદી આ ટિપ્પણી મારફતે તેમની ઈમેજ મેકઓવર કરી રહ્યા છે. હવે મમતા બેનર્જીએ ફરી મોદી પર નિશાન સાધ્યું છે અને ત્યાં સુધી કહી નાખ્યું છે કે તે તેમને એવી મીઠાઈ આપશે કે જેનાથી તેમના દાંત તૂટી જશે.