વારાણસીના રણમાં એક વાર ફરીથી જીત મેળવવા માટે પ્રધાનમંત્રી મોદી આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ,પ્રધાનમંત્રી મોદીએ વારાણસીના કલેક્ટોરેટ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ઉમેદવારી પત્ર દરમિયાન જનતા દળના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિત અનેક સહયોગી દળના નેતાઓ હાજર રહ્યા હતા.
ઉમેદવારી પત્ર ભરતા પહેલાં હોટલ ડી પેલેસમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. જ્યારે ગઇકાલે પ્રધાનમંત્રી મોદીએ રોડ શોમાં પોતાની તાકાતનો અહેસાસ પણ કરાવ્યો હતો.
આજે મોદીએ વારાણસીથી પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ હતું . સાથે એનડીએના તમામા દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. 2019 લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 2014ની અપેક્ષાએ આ વખતની સ્થિતિ વધારે મજબુત જણાઇ રહી છે. કારણકે પહેલા આમ આદમી પાર્ટીના નેતા અરંવિદ કેજરીવાલ તેમની સામે હતા. પરંતુ આ વખતે એવા કોઇ ઉમેદવાર મેદાનમાં દેખાઇ નથી રહ્યાં.
સવારે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ તેઓ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. અને આજે પણ કાશી કાલની જેમ જ મોદીમય જોવા મળ્યું હતું.