जन मन INDIA
slider news પોલીટીક્સ ભારત

PMએ રેવા સૌર ઉર્જા પરિયોજનાને ગણાવી એશિયામાં સૌથી મોટી, રાહુલે કહ્યું- અસત્યાગ્રહી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના રેવામાં એક સૌર ઉર્જા પરિયોજનાને એશિયાની સૌથી મોટી પરિયોજના જણાવવાને લઈ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેઓએ પ્રધાનમંત્રી કાર્યાલયના એટ ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું, ‘અસત્યાગ્રહી!’

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે મધ્યપ્રદેશના રેવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજનાને વીડિયો કૉન્ફરન્સ મારફતે શુભારંભ કરતા કહ્યું હતું, ‘રેવાની આ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર આ સમગ્ર વિસ્તારને આ દાયકામાં ઉર્જાનું ખુબ મોટું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે.’

તેઓએ એમ પણ કહ્યું હતું, ‘આજે રેવાએ ખરેખર ઈતિહાસ રચી દીધો છે. રેવાની ઓળખ માં નર્મદાના નામથી અને સફેદ વાઘ સાથે રહી છે. હવે તેમાં એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજનાનું નામ પણ જોડાઈ ગયું છે.’

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈ જશે, તો મધ્યપ્રદેશ નિશ્ચિત રીતે સસ્તી અને સાફ-સુથરી વિજળીનું હબ બની જશે. તેનો સૌથી વધારે લાભ મધ્યપ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, આદિવાસીઓને થશે. સૌર ઉર્જા આજની જ નહીં, પરંતુ 21મી સદીની ઉર્જા જરૂરિયાતોનું એક મોટું માધ્યમ થવાનું છે. કેમ કે સૌર ઉર્જા, શ્યોર છે, પ્રોયર છે અને સિક્યોર છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેટલાક અન્ય નેતાઓનું કહેવું છે કે, બે વર્ષ પહેલા કર્ણાટકમાં 2,000 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજનાનો આરંભ થયો તો એવામાં રેવાની 750 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના એશિયામાં સૌથી મોટી કેવી રીતે થઈ.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment