Keep Silver Elephant: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં તમામ સુખ-સુવિધાઓ અને સમૃદ્ધિ હોય. આ માટે તેઓ દિવસ-રાત મહેનત પણ કરે છે. આ ઉપરાંત પૂજા-પાઠ પણ કરે છે. અનેક પ્રકારના ઉપાયો પણ અજમાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના કેટલાક સરળ ઉપાયો અપનાવવાથી પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે. ઘણી વખત ઘરમાં વાસ્તુ દોષના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે. ભાગ્ય સાથ આપવાનું બંધ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ કેટલીક બાબતોને નિયમો અનુસાર રાખવાથી વ્યક્તિનો વિકાસ થાય છે. આમાંથી એક છે ચાંદીનો હાથી.
વાસ્તુશાસ્ત્રમાં હાથીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાથી ઇન્દ્રદેવનું વાહન છે. સાથે જ ગણેશજીને ગજાનન ગજમુખના નામથી પણ બોલાવવામાં આવે છે. તેથી નિયમો અનુસાર ઘરમાં હાથી રાખવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. હાથીનો સંબંધ માં લક્ષ્મીજી સાથે પણ જણાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં ચાંદીનો હાથી ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેનો લાભ અને સાચી દિશા વિશે.
ચાંદીના હાથીથી થતા લાભ વિશે જાણીએ
વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ચાંદીના હાથીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘરના લોકોની ઘણી પ્રગતી થાય છે. ગણેશજીની કૃપાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
કઈ દિશામાં રાખવો જોઈએ ચાંદીનો હાથી
ચાંદીના હાથીનો પૂરો લાભ ઉઠાવવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને યોગ્ય દિશામાં રાખવો ખૂબ જ જરૂરી છે. ચાંદીના હાથીને જીવંત સ્વરૂપમાં રાખી શકાય છે. આ ઉપરાંત તેને પૂર્વ દિશામાં રાખવો શ્રેષ્ઠ છે. સાથે જ ધ્યાન રાખો કે તેને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન રાખો.
આ ધાતુની પણ રાખી શકો છો મૂર્તિ
જો તમે ચાંદીના હાથી ખરીદી શકતા નથી, તો તમને જણાવી દઈએ કે, પિત્તળ અથવા પથ્થરનો હાથી પણ રાખી શકાય છે. બસ ઘરમાં પ્લાસ્ટિક કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવાનું ટાળો. સાથે જ ધ્યાન રાખો કે હાથીની સૂંઢ ઉપરની તરફ હોવી જોઈએ.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.