ચીનના ચોંગકિંગમાં ગુરૂવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સ્થાનિક મીડિયા મુજબ આ ફ્લાઈટ ચોંગકિંગથી તિબેટના લ્હાસા જવાની હતી. જો કે, રનવે પરથી નીચે ઉતરી જતા વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેઈલી અનુસાર, વિમાનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા. રાહત અને બચાવકર્મીઓએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેઓને પણ ઈજા થઈ છે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Tibet Airlines TV9833/A319/B-6425 from Chongqing to Nyingchi was on fire during take-off this morning, details still not known. CKG/ZUCK closed for now. pic.twitter.com/CPL47fmfVk
Advertisement— FATIII Aviation (@FATIIIAviation) May 12, 2022
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્લેન આગમાં સળગતું જોઈ શકાય છે. જોકે, આ ઘટનાની અન્ય કેટલીક તસવીરોમાં ફાયર ફાઈટર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી દેવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
શું હતું દૂર્ઘટનાનું કારણ?
પ્રાથમિક માહિતી અનુસાર, ટેકઓફ પહેલા જ ફ્લાઈટ ક્રૂને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની આશંકા હતી. આ પછી, ઉતાવળમાં ટેકઓફ અટકાવવામાં આવ્યું હતું. વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને તેમાં આગ લાગી હતી.