જાપાનમાં એક શક્તિશાળી તોફાન હાગીબિસે ત્યાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે. બર્બાદીની આવી તસ્વીરો જોઈને તમારા વાળ ઉભા થઈ જશે. શનિવારે હાગીબીસ તોફાને જાપાનની રફ્તાર પર સંપૂર્ણ બ્રેક લગાવી દીધી છે અને અત્યાર સુધીમાં 25થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઘરથી લઈને રસ્તા સુધી અને પોલીસથી લઈને બુલેટ ટ્રેન સુધીનું દરેક વસ્તુ તોફાનમાં સપડાઈ ગઈ છે. બુલેટ ટ્રેન ટ્રેક પર પાણી ભરાવાને કારણે તેની કામગીરી બંધ કરવી પડી હતી જ્યારે ભારે વરસાદ બાદ પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે.
જાપાનની રાજધાની ટોક્યો સહિત દેશના અન્ય ભાગોમાં ભારે તોફાન અને ભારે વરસાદને કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા રવિવારે મોટાપાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તોફાનના આગમન પછી, દેશના મોટા ભાગોમાં 'ભારે' વરસાદ થયો હતો, જેના કારણે પૂર આવ્યું હતું અને ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ બની હતી. ટોક્યોને ચપેટમાં લીધા બાદ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધ્યું છે.
જાપાનની સત્તાવાર ન્યૂઝ ચેનલ 'એનએચકે' અનુસાર, આ વાવાઝોડામાંથી 26 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 17 લોકો ગુમ છે. જ્યારે, 100થી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. હાગીબિસથી પ્રભાવિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
સાર્વજનિક પ્રસારણ એનએચકેએ રવિવારે એક હેલિકોપ્ટરથી બચાવ તેમજ રહેણાંક વિસ્તારોમાં ચાલતી બોટનું ફૂટેજ બહાર પાડ્યું હતું. 12 નદીઓએ તેના કિનારા તોડી નાખ્યા છે. નાગાનો પ્રાંતમાં મુશળધાર વરસાદથી ચિકુમા નદી સાથે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનો પણ વહી ગયા છે. વાવાઝોડાથી નાગાનો પ્રાંત ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ભૂસ્ખલનનું જોખમ હજી પણ યથાવત છે. ટોક્યો વિસ્તારમાં ટ્રેન સેવાઓ, જેમાંથી મોટાભાગની કામગીરી અટકી હતી, સવારથી ફરી શરૂ કરવામાં આવી હતી, જોકે અન્ય લોકો સુરક્ષા તપાસ કરી રહ્યા હતા અને તે પણ શરૂ થવાની ધારણા છે. સરકારના આદેશ હેઠળ આશરે 17,000 પોલીસ કર્મચારીઓ અને સૈનિકોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે.