બૉલીવુજ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અચાનકથી દુનિયાના અલવિદા કહીને જવાથી દરેક લોકોને આઘાત લાગ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામે સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે. ઈન્સ્ટાગ્રામે તેમના એકાઉન્ટને અમર બનાવી દીધું છે. સુશાંતનું એકાઉન્ટ જે સ્થિતિમાં છે, હવે તે એવું જ રહેશે અને ફેન્સ તેમના ફોટો અને વીડિયો જ્યારે ઈચ્છે ત્યારે જોઈ શકશે.
સુશાંત સિંહના અચાનક સુસાઈડ કરવાના સમાચારે બધાને હેરાન કરી મુક્યા હતા. સોશિયલ મીડિયામાં તેમને યાદ કરીને જૂના ફોટો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ મામલે બૉલીવુડમાં ભાઈ-ભત્રીજાવાદને લઈ સવાલ ઉઠી રહ્યા છે અને કેટલાક ફિલ્મકારો પર તેને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા તેમને કટઘરામાં ઉભા કરવામાં આવી રહ્યા છે.
હવે એવામાં ઈન્સ્ટાએ સુશાંતના ફેન્સની ભાવનાઓને જોતા તેમના એકાઉન્ટને Memorialized કરી દીધું છે. સુશાંતે બાયોમાં તેમના નામની આગળ Remembering જોડી દીધું છે. ઈન્સ્ટાએ સુશાંતના એકાઉન્ટને અમર કરતા શ્રદ્ધાંજલિ આપી છે.

શું હોય છે Memorialized એકાઉન્ટ
ઈન્સ્ટાગ્રામ જે એકાઉન્ટને Memorialized કરે છે, તેમાંથી કોઈ ફેરફાર નથી કરવામાં આવતો. એક રીતે તે ઑનલાઈન સ્મારકની જેમ હોય છે. જ્યાં ફેન્સ પોતાના પસંદગીના સ્ટારના ફોટો અને વીડિયોઝને જોઈ શકે છે. હવે આ એકાઉન્ટમાં ન કંઈ હટાવી શકાય છે અને ન તો કંઈ જોડી શકાય છે. આ એકાઉન્ટને હવે કોઈ ઑપરેટ નથી કરી શકતું.