પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા વીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. PGVCL દ્વારા વેજચેકીંગ હાથ ધરી સપાટો બોલાવવામાં આવ્યો છે. માત્રમ મે મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 27 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે.
કંપનીના સૂત્રોએ જણાવ્યું કે, મે મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 85 હજારથી વધુ વીજ કનેક્શનોની ચકાસણી કરાઈ જેવામાં 10,858 જોડાણોમાં ગેરરીતિ સામે આવી છે. ત્યારે આ વીજ ચોરી કરનારાઓને કુલ 27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપ્રિલ અને મે એમ બે મહિનામાં કુલ 53.62 કરોડની વીજચોરી ઝડપી પડાઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં ચારેક દિવસની વીજ ચેકીંગ કાર્યવાહીમાં સૌથી વધુ 4 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. બીજા ક્રમે ભાવનગર અને ત્રીજા ક્રમે રાજકોટ ગ્રામ્યમાંથી વીજચોરી ઝડપાઈ છે. રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર, અંજાર, ભાવનગર તથા સુરેન્દ્રનગરમાંથી પકડાયેલી વીજચોરીનો આંકડો 2-2 કરોડથી વધુનો સામે આવ્યો છે.