जन मन INDIA
slider news મનોરંજન

Harry Potter સિરીઝના આ પ્રખ્યાત એક્ટરનું 54 વર્ષની ઉંમરે નિધન

હૉલીવુડના પ્રખ્યાત અભિનેતા પૉલ રિટરનું નિધન થઈ ગયું છે. પૉલ રિટરે 54 વર્ષની ઉંમરે સોમવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બ્રેન ટ્યૂમર સામે જંગ લડી રહ્યા હતા. પૉલે ‘હેરી પૉટર’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમને સૌથી વધારે બ્રિટિશ સિટકૉમ ‘ફ્રાઈડે નાઈટ ડિનર’માં તેમના દ્વારા નિભાવવામાં આવેલા પાત્ર માટે ઓળખવામાં આવે છે.

ખબરો પ્રમામે, પૉલ રિટરના નિધનની પુષ્ટિ તેમના એજન્ટ દ્વારા કરવામાં આવી છે. પૉલના નિધનથી તેમનો પરિવાર દુખી છે. રિટરના પ્રતિનિધિએ નિવેદન જારી કરી કહ્યું, ‘કહેતા ખુબ દુખ થઈ રહ્યું છે કે પાછલી રાત્રે પૉલ રિટરનું નિધન થઈ ગયું. તેમનું નિધન ઘરે થયું. તેમના પરિવારમમાં હવે તેમની પત્ની પોલી અને દીકરો ફ્રેંક અને નોઆહ છે.’

તેમણે આગળ કહ્યું, ‘તે 54 વર્ષના હતા અને બ્રેન ટ્યૂમર સામે ઝઝૂમી રહ્યા હતા. પૉલ એક અપેક્ષિત પ્રતિભાશાળી એક્ટર હતા. તેમણે ઘણા અલગ-અલગ પ્રકારના પાત્રો નિભાવ્યા હતા. તેઓ સિનેમાની સાથે-સાથે થિએટરમાં પણ કામ કર્યું છે. તેમણે ઑન સ્ક્રીન અને સ્ટેજ પર ઘણા દમદાર પાત્રો નિભાવ્યા. ખુબ જ બુદ્ધિમાન, ઉદાર દિલ અને ખુબ જ મજાકિયા વ્યક્તિ હતા. અમે તેમને ખુબ યાદ કરશું.’

‘ફ્રાઈડે નાઈટ ડિનર’ના ક્રિએટર રોબર્ટ પૉપરે પૉલ રિટરના નિધન પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે. રોબર્ટે કહ્યું કે આ ભયાનક દુખ ભરી ખબરથી તૂટી ગયો છું. પૉલ એક પ્રેમાળ અને અદ્દભૂત વ્યક્તિ હતા. દયાળુ, મજાકિયા, સુપર કેયરિંગ અને સૌથી મહાન અભિનેતા જેમની સાથે મેં ક્યારેક કામ કર્યું હતું.

જણાવી દઈએ કે પૉલનો જન્મ 20 ડિસેમ્બર 1966એ ગ્રેવસેન્ડ, કેન્ટમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સાઈમન પૉલ એડમ્સ હતું. તેમના પિતા કેન એડમ્સ વિજળી સ્ટેશનમાં એક ટૂલમેકર કામ કરતા હતા.

Related posts

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

Leave a Comment