પાત્રા ચાલ જમીન કૌભાંડમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી વધી રહી છે. હવે વિશેષ અદાલતે સંજય રાઉતની કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. વાસ્તવમાં સંજય રાઉતની કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. આ પહેલા EDએ તેમને PMLA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા, જે બાદ તેમની કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી. EDની કસ્ટડી વધારવા પર સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છે, તેઓ ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે. ભાજપ તેમનાથી ડરે છે.
Mumbai | Shiv Sena MP Sanjay Raut sent to ED custody till 8th August in connection with a money laundering case in the Patra Chawl land case. pic.twitter.com/qbcz11BenB
— ANI (@ANI) August 4, 2022
Advertisement
રવિવારે કરવામાં આવી હતી ધરપકડ
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય સંજય રાઉતની ગયા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. EDએ રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આજે કસ્ટડી પૂરી થતાં સંજય રાઉતને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો કે, સંજય રાઉત તપાસમાં સહયોગ કરતાં નથી. EDએ આજે ફરી એકવાર 10 ઓગસ્ટ સુધી કસ્ટડી વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેમની કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી.