પાટણની GIDCમાં આવેલી ગણેશ ટ્રેડર્સ નામની ઓઈલ ફેક્ટરીના માલિકે કામદા રીફાઈનરીના સોયાબીન તેલ બ્રાન્ડની મળતી ભળતી ડિઝાઈન અને કલાકૃતિવાળા કામના લખેલા લેબર લગાવી ગેરકાયદે કોપીરાઈટ કરી કરોડો રૂપિયાનો વેપાર કર્યો હોવાની ફરિયાદના આધારે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે આ ફેક્ટરીમાં રેડ કરી હતી.
કામદા કંપનીના પ્રમોટર તરીકે ફરજ બજાવતા સંજય પ્રહ્લાદભાઈ પટેલને કંપનીના રજિસ્ટ્રેશન બ્રાન્ડેડ કંપનીની મળતી ભળતી ડિઝાઈન અને કલાકૃતિવાળા લેબલ વાળા ડબ્બા ધ્યાને આવ્યા હતા. જેને પગલે તેમણે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ કરી હતી.
આ ફરિયયના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ગણેશ ટ્રેડર્સ ઓઈલ ફેક્ટરી પર ઓચિંતી રેડ કરી કામના લખેલ તેલના ડબ્બાના પેકીંગ કેપ નંગ 1500 તેમજ બ્રાન્ડેડ કંપનીને મળતી ભળતી ડિઝાઈનવાળા સ્ટીકર નંગ-15 હજાર અને 120 તેલના ડબ્બા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 3.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.