રાજ્યમાં ઘણા વિસ્તારોમાં પશુઓ ઉંડા ખાડા કે, કુવામાં કે પછી ગટરમાં ખાબક્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તંત્રની બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બનતા હોય છે.
ત્યારે આવો જ એક કિસ્સો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સામે આવ્યો હતો. સરસ્વતી તાલુકાના જંગરાલ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે એક ગાય ગટરની ચેમ્બરમાં ખાબકી હતી.
જેની જાણ કેટલાક જીવદાય પ્રેમીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગટરની ચેમ્બરમાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢી આબાદ રીતે બચાવી લેવામાં આવી હતી.
Advertisement
તો બીજીબાજુ પશુપ્રેમીઓએ સ્થાનિક તંત્રની બેદરકારીના પગલે અબોલ પશુ ગટરમાં ખાબકી હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરોને ઢાંકવામાં આવે તેમજ ત્યાં પતરાની આડસ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Advertisement