કોંગ્રેસના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે. જેના વિરોધમાં મોરવા હડફ તાલુકા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરવા ચોકડી પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં અધિર રંજનનું પૂતળા દહન કરી તેઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને માફી માંગી છે. તેણે કહ્યું કે તે જીભની સ્લિપ છે. હું તમારી માફી માંગુ છું અને તમને તેનો સ્વીકાર કરવા વિનંતી કરું છું. વાસ્તવમાં, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્રીય પત્ની’ તરીકે સંબોધ્યા હતા. જે બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો.
રિપોર્ટ : પ્રણવ શુકલ, મોરવા હડફ