રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વહેલી સવારે ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી હતી. એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે શહેરાના બાહી ચોકડી પાસે હાલોલ-મોડાસા હાઈવે પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલીને મોટું નુકસાન થયુ હતું.
Advertisement
જ્યારે એસટી બસના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Advertisement