રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફના અગરવાળા ગામ નજીક કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી મુજબ અગરવાળા ગામ નજીક રસ્તા નજીક બાકડા પર બેઠેલા રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
સંતરામપુર તરફથી ગોધરા જતી કારના ચાલકે રોડની સાઈડમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : પ્રણવ શુકલ, મોરવા હડફ
Advertisement
Advertisement