હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની રેખાઓ, આકાર, ચિહ્નો, પર્વતો દ્વારા ભવિષ્ય કહેવામાં આવે છે. આ વસ્તુઓ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે પણ ઘણું કહી જાય છે. જ્યોતિષ શાસ્ત્રની જેમ હસ્તરેખા શાસ્ત્રમાં પણ શનિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. હાથમાં શનિ રેખા અને શનિ પર્વતની સ્થિતિ ઘણી મહત્વની છે. જો કે શનિ રેખા ભાગ્યે જ લોકોના હાથમાં હોય છે, પરંતુ જેમના હાથમાં શનિ રેખા હોય છે તેમની કિસ્મત ચમકી જાય છે. આ રેખા જાતકને ધન-દોલત, સફળતા, લોકપ્રિયતા વગેરે બધું જ આપે છે. તેથી જ તેને ભાગ્ય રેખા પણ કહેવામાં આવે છે.
હાથમાં શનિ રેખા ક્યા હોય છે?
હાથની શનિ રેખા હાથના કાંડાથી અથવા તેની નજીકથી શરૂ થાય છે અને મધ્ય આંગળીની નીચે સ્થિત શનિ પર્વત સુધી જાય છે. જે લોકોના હાથમાં આ રેખા સ્પષ્ટ અને ઊંડી હોય છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
આવી શનિ રેખા બનાવે છે ધનવાન
– જો શનિ રેખા કાંડાના ઉપરના ભાગથી શરૂ થઈને શનિ પર્વત પર જાય છે તો શનિની આવી રેખા (ભાગ્ય રેખા) ખૂબ જ શુભ હોય છે. આવા લોકો અપાર ધન કમાય છે. આ લોકોનું નાની ઉંમરમાં સારું બેંક બેલેન્સ હોય છે. સાથે જ આ લોકો પોતાની ઓળખ જાતે જ બનાવે છે.
– જે લોકોના હાથમાં શનિ રેખા અથવા ભાગ્ય રેખા જીવન રેખાથી શનિ પર્વત સુધી જાય છે, તેઓ પણ પોતાના જીવનમાં અપાર ધન કમાય છે. સામાન્ય રીતે આવા લોકો જીવનના બીજા તબક્કામાં અમીર બની જાય છે.
– જો કોઈ રેખા ગુરુ પર્વતથી નીકળીને શનિ પર્વત સુધી જાય તો આવા લોકોને પણ જીવનમાં ઘણી સફળતા મળે છે અને નામ અને ધન કમાય છે. આ લોકો વૈભવી જીવન જીવે છે.
– જો શનિ રેખા આછી હોય તો પણ હાથમાં આ રેખા હાથમાં હોવી શુભ માનવામાં આવે છે, પરંતુ આવા લોકોને તેનું પૂર્ણ ફળ નથી મળતું. તેથી તેમની કારકિર્દી, નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવે છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.