જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન મારફતે શસ્ત્રો તથા વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે, જેને બીએસએફ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.
ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પર કાનાચક વિસ્તારમાં મોડી રાત્રે ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. બીએસએફએ ભારતીય સીમામાં ઘુસેલા પાકિસ્તાની બનાવટના ડ્રોનને ફાયરીંગ કરી તોડી પાડ્યું હતું.
ડ્રોન સાથે જોડાયેલા પેલોડને નીચે લાવવામાં આવ્યા હતા. પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર 3 ચુંબકિય આઈઈડી પેક કરવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ સમય માટે ટાઇમર સેટ કરવામાં આવ્યા હતા.
જેને તાત્કાલિક ડિફ્યુઝ કરીને મોટી ઘટનાને નિવારવામાં બીએસએફ સફળ રહ્યું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન કાનાચક સરહદ પરથી આવ્યું હતું. પાકિસ્તાન તરફથી હાલના દિવસોમાં ડ્રોનની ગતિવિધિઓ વધી ગઈ છે. હાલ સરહદ પર તેમજ કાનાચક વિસ્તારમાં સુરક્ષાદળોએ સઘન તપાસ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.