P Chidambaram Remark Over Inflation: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા પી ચિદંબરમ (P Chidambaram)એ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das)નો હવાલો આપતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) પર મોંઘવારી (Inflation)ને લઈને એકવાર ફરીથી હુમલો કર્યો છે. પી ચિદંબરમે ટ્વીટ કરી કહ્યું, ”RBI ગવર્નરે કહ્યું કે દેશમાં અસ્વીકાર્ય રીતે મોંઘવારી ઉચ્ચ સ્તર પર છે. નાણામંત્રીએ કહ્યું કે મોંઘવારી વિશ્વવ્યાપી ઘટના છે અને સરકાર તેને કાબૂ કરી રહી છે.”
એક અન્ય ટ્વીટમાં પી ચિદંબરમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના એનીમિયા (લોહીની કમીના વિકાર)ને લઈને સંસદમાં આપેલા નિવેદન પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, ‘સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું કે છ મહિનાથી લઈને પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં છેલ્લા પાંચ વર્ષોમાં લોહીની કમી 58.6 ટકાથી વધીને 67.1 ટકા થઈ ગઈ. એનીમિયાનું ફક્ત એક કારણ છે- અપર્યાપ્ત ભોજન અને નાણામંત્રીનું કહેવું છે કે મોંઘવારીથી લોકોને નુકસાન નથી થઈ રહ્યું! લોકો-ખાસકરીને બાળકો ઉંચા ભાવોના કારણે ઓછું ભોજન મેળવી રહ્યા છે.’
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું નાણાકીય વર્ષ 2022-23માં મોંઘવારી દરને 6.7 ટકા પર બરકરાર છે પણ અનિશ્ચિતતાઓ બની છે. તેમણે નાણાકીય વર્ષ 23ના બીજા ક્વાર્ટરમાં મોંઘવારી દર 7.1 ટકા પર પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી.
RBI Governor said that there is "unacceptably high inflation" in the country
FM maintained that inflation is a world wide phenomenon and the government is controlling inflation
— P. Chidambaram (@PChidambaram_IN) August 6, 2022
Advertisement
મોંઘવારીને લઈને આ રીતે હુમલાવર છે કોંગ્રેસ
જણાવી દઈએ કે મોંઘવારીના મુદ્દા પર કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે. શુક્રવારે મોંઘવારીને લઈને કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા અને લગભગ છ કલાક બાદ તેઓ છૂટી ગયા હતા.
જ્યારે કોંગ્રેસના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા મારફતે મોદી સરકાર પર નિશાન સાધવાનો મોરચો સંભાળ્યો હતો. અહીં સુધી કે પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાએ પણ મોંઘવારી સહિત અન્ય મુદ્દાને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો હતો.