ચાલુ વર્ષ દરમિયાન ધરતીપુત્રોને કમોસમી વરસાદ પડ્યા બાદ વધુ એક મોટો ફટકો પડ્યો છે. ખાતરના ભાવમાં ઈફકો દ્વારા વધારો કરાયો છે.
વિશ્વબજારમાં કાચામાલ તેમજ તૈયાર ખાતરના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દેશની અગ્રણી ખાતર કંપની ઈફકોએ બિન યુરિયા ફર્ટિલાઈઝરના ભાવમાં વધારો કર્યો છે.
કેટલો થયો વધારો
DAPના 700 અને ASPમાં 375નો વધારો
DAPમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયા થયા
NPK (16)મા 1185ને બદલે 1800 રૂપિયા થયા
NPK (26)મા 1175 બદલે 1775 રૂપિયા થયા
ASPમા 975 રૂપિયાની જગ્યાએ 1350 રૂપિયા ભાવ વધારો
ખાતર પ્રમાણે જૂનો-નવો ભાવ
ખાતર | જૂનો ભાવ (રૂ.) | નવો ભાવ (રૂ.) |
ડીએપી | 1200 | 1900 |
એએસપી | 975 | 1350 |
એનપીકે 12:32:16 | 1185 | 1800 |
એનપીકે 10:26:26 | 1175 | 1775 |
કેન્દ્રીય કૃષિમંત્રી સાથે R C ફળદુ તાબડતોડ કરશે બેઠક
રાસાયણિક ખાતરના ભાવ વધારાનો મામલો સામે આવ્યા બાદ કૃષિમંત્રી કેન્દ્રીય કૃષિમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવાના છે. હાલમાં રાજ્ય કૃષિમંત્રી આર. સી. ફળદુ કોરોનાના કારણે ક્વોરન્ટાન છે.
ભાવ વધારો પરત ખેંચવાની માંગ
કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ખાતરની થેલી 1200માં મળે એવી રજૂઆત કરાશે. ભાવ વધારાને પરત લેવા માટે કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ માંગ કરી છે. આ મામલે પરસોત્તમ રૂપાલાને ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પત્ર પણ લખ્યો છે. ખાતરના ભાવમાં સતત વધારો પરત ખેંચવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.