ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 781 લોકો ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 9195 નવા કેસ નોંધાયા છે અને દેશમાં સક્રિય કેસ 77002 થઈ ગયા છે.
દિલ્હીમાં ઓમિક્રોનમાં સૌથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 781 કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 238 થઈ ગઈ છે, જેમાંથી 57 લોકો સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં 167 પર પહોંચ્યો સંક્રમિતોનો આંકડો
દિલ્હી પછી મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં અત્યાર સુધીમાં 167 કેસ નોંધાયા છે. જોકે, રાજ્યમાં 72 લોકો સાજા પણ થયા છે. આ સિવાય ગુજરાતમાં ઓમિક્રોનના 73 કેસ, કેરળમાં 65, તેલંગાણામાં 62 અને રાજસ્થાનમાં 46 કેસ નોંધાયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના 781 કેસોની ઓળખ થઇ છે, જેમાંથી 241 લોકો સાજા થયા છે. દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત (73), કેરળ (65), તેલંગાણા (62), રાજસ્થાન (46), કર્ણાટક (34), તમિલનાડુ (34), હરિયાણા (12). પશ્ચિમ બંગાળ (11) મધ્યપ્રદેશ (9), ઓડિશા (8), આંધ્રપ્રદેશ (6), ઉત્તરાખંડ (4), ચંદીગઢ (3), જમ્મુ અને કાશ્મીર (3), ઉત્તર પ્રદેશ (2), ગોવા (1), હિમાચલ પ્રદેશ (1), લદ્દાખ (1) અને મણિપુર (1)માં ઓમિક્રોન કેસ નોંધાયા છે.
24 કલાકમાં નોંધાયા કોરોનાના 9195 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 9195 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 77,002 થઈ ગયા છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 80 હજાર 592 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3 કરોડ 42 લાખ 51 હજાર 292 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના અને ઓમિક્રોનું સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
781 Omicron cases in India so far. 9,195 new COVID19 cases reported in the last 24 hours, active caseload at 77,002 pic.twitter.com/T856yGqZ0k
Advertisement— ANI (@ANI) December 29, 2021