વર્ષોથી વિશ્વભરના વૈજ્ઞાનિકો અવકાશના અનોખા રહસ્યો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિજ્ઞાનિકો અવકાશ વિશે દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે. હવે આ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નાસાના વૈજ્ઞાનિકોએ અવકાશમાં ગુરુ જેવા નવા ગ્રહની શોધ કરી છે. આશ્ચર્યજનક રીતે આ ગ્રહ પર એક વર્ષ માત્ર 16 કલાકનું છે.
વૈજ્ઞાનિકોએ આ નવા ગ્રહને TOI-2109b નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડમાં જોવા મળતો આ બીજો સૌથી ગરમ ગ્રહ છે. આ અલ્ટ્રાહોટ ઝુપિટરમાં અનેક વાયુઓનો ભંડાર છે. તે માત્ર 16 કલાકમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. તો વૈજ્ઞાનિકોના મતે, તેનું દળ ગુરુ કરતા પાંચ ગણું વધારે છે અને આ ગ્રહ ગુરુ જેટલો ગરમ છે. ચાલો જાણીએ આ નવા ગ્રહ વિશે કેટલીક ખાસ વાતો…
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આવા 4000થી વધુ ગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે, જે સૌરમંડળની બહાર હાજર છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી ઘણા ગ્રહો એવા તારાઓની આસપાસ ફરે છે, જે આપણી પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે.
આ ગ્રહ એટલા માટે અનોખો છે કારણ કે તે પોતાના તારાની પરિક્રમા માત્ર 16 કલાકમાં પૂર્ણ કરે છે. મતલબ કે આ ગ્રહનું એક આખું વર્ષ પૃથ્વીના એક દિવસ કરતાં પણ ઓછું છે.
આ ગ્રહની શોધ MITના નેતૃત્વવાળા મિશને નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્વારા કરી છે. તો આ શોધના મુખ્ય લેખક ઇયાન વોંગ કહે છે કે, એક-બે વર્ષમાં અમે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ નવો ગ્રહ તેના તારાની નજીક કેવી રીતે જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા હોટ ઝૂપિટરની શોધ કરી છે. તાજેતરમાં શોધાયેલ ગ્રહને અલ્ટ્રાહોટ ગુરુ કહેવામાં આવે છે, કારણ કે આ ગ્રહની સપાટીનું તાપમાન 3300 °C કરતાં વધુ છે.