<p><strong>શાહિદ કપૂર ફરી પિતા બન્યો, મીરાએ દીકરાને જન્મ આપ્યો</strong></p>

મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો

જન મન ઈન્ડિયા- સંવાદદાતા   

મુંબઈઃ ફિલ્મ સ્ટાર શાહિદ કપૂરને પત્ની મીરા રાજપૂતે દીકરાને જન્મ આપતાં શાહિદ કપૂર ફરી પિતા બની ગયો છે. મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. શાહિદ અને મીરાનું આ બીજું સંતાન છે.  

શાહિદ-મીરાની દીકરી મીશા અત્યારે બે વર્ષની છે. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના એક વર્ષમાં જ શાહિદ-મીરાને ત્યાં પહેલા સંતાનનો જન્મ થયો હતો. મીરાએ આ પહેલાં 26  ઑગસ્ટ 2016ના રોજ દીકરી મીશાને જન્મ આપ્યો હતો. મીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં બુધવારે જ  હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

શાહિદે ટ્વિટ કરીને આ સમાચાર આપતાં કહ્યું કે, દીકરો અને માતા બંને સ્વસ્થ છે. મીરાએ પોતાની દીકરીનું નામ મીશા પોતાના અને શાહિદના નામના પહેલા અક્ષરને જોડીને રાખ્યું હતું. હવે બંને દીકરાનું નામ શું રાખે છે તે જોવાનું રહે છે.  

મીરાએ દીકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર મળતાં જ શાહિદનો સાવકો ભાઇ ઇશાન ખટ્ટર પોતાની માતા નીલિમા અઝિમ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. શાહિદ નીલિમા અઝિમનો મોટો પુત્ર છે. નીલિમાનાં અભિનેતા પંકજ કપૂર સાથેનાં લગ્નથી શાહિદ જન્મ્યો હતો.

બંને વચ્ચે છૂટાછેડા થયા પછી નીલિમાએ અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં. આ લગ્નથી તેને ઈશાન જન્મ્યો. ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ તાજેતરમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઈશાનના અભિનયમાં વખાણ થયાં છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top