add image
ઝારખંડઃ અમિત શાહે રાહુલ પર કર્યા આકરા પ્રહાર

કહ્યું- શું ઘુસણખોરો તમારા પિતરાઇ ભાઇ થાય છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના પૂર્વ સિંહભૂમના બહરાગૌડા વિધાનસભામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે એનઆરસીનો વિરોધ કરવા પર રાહુલ ગાંધી પર નિશાન લગાવી કહ્યું કે રાહુલ બાબા કહે છે કે તમે એનઆરસી કેમ લાવી રહ્યા છો અને ઘુસણખોરોને કેમ બહાર કાઢી રહ્યા છો ? આ લોકો ક્યાં જશે, તેઓ શું પહેરશે અને શું ખાશે?

અમિત શાહે કહ્યું કે શું ઘુસણખોરો રાહુલ બાબાના પિતરાઈ ભાઈ છે? અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યું કે રાહુલ બાબાને બોલવા દો,  પરંતુ હું કહેવા આવ્યો છું કે વર્ષ 2024 પહેલા આ દેશમાંથી એક-એક ઘુસણખોરોને ગણી-ગણીને દેશમાંથી બહાર કાઢવાનું કામ ભાજપ કરશે.

ઝારખંડમાં ઘણી સરકારો જોઇ, પરંતુ કોઈ પણ વિકાસને ગતિ આપી શકી નહીં, કારણ કે કોઈ પણ સરકારને સંપૂર્ણ બહુમતી નહોતી. વર્ષ 2014માં દેશે પીએમ મોદીને સંપૂર્ણ બહુમતી આપી હતી અને ઝારખંડે રઘુવરદાસને સંપૂર્ણ બહુમતી આપી હતી. પરિણામે આજે ઝારખંડ વિકાસના માર્ગ પર આગળ વધ્યું છે.

તેમણે કહ્યું કે, ઝારખંડમાં ભાજપની ચૂંટણી ઘોષણાપત્રમાં અમે નિર્ણય લીધો છે કે ભાજપ સરકાર બનતાની સાથે જ અમે આદિવાસીઓ અને દલિતોના અનામતને ઘટાડ્યા વિના ઓબીસી સમાજનું અનામત વધારવા માટે એક સમિતિ બનાવીશું. પીએમ મોદી અને મુખ્યમંત્રી રઘુવર દાસના નેતૃત્વ હેઠળ ઝારખંડ વિકાસના માર્ગે ચાલી રહ્યું છે.

અમિત શાહે જણાવ્યું કે બહરાગૌડા વિધાનસભાના દરેક ગામને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા છે. ભાજપ સરકારે સખી મંડળ બનાવીને હજારો બહેનોને રોજગાર આપવાનું કામ કર્યું છે. ઘણાં વર્ષોથી ઘણી સરકારો રચાઇ, પરંતુ કોઈએ ઝારખંડ બનાવ્યું નહીં. કેન્દ્રમાં ભાજપ સરકારની રચના થઈ ત્યારે ઝારખંડની રચના થઈ અને અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા.

અમિત શાહે લોકોને સંબોધન કરતાં કહ્યું કે તમે 7 ડિસેમ્બરે મત આપવા જાઓ ત્યારે તે મત કોઈને ધારાસભ્ય બનાવવા, સરકાર બનાવવા અથવા રઘુવરદાસને મુખ્યમંત્રી બનાવવા માટે નહીં, પરંતુ વિકાસ માટે હશે. ભાજપને આપવામાં આવતા દરેક મતો ઝારખંડના વિકાસ માટે હશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top