add image
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવામાં આવશે નહીં: નાણા મંત્રી

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ પણ લાવવામાં આવશે નહીં

કેન્દ્ર સરકારે આજરોજ પેટ્રોલ-ડિઝલને લઇને કોઇપણ પ્રકારનો ટેક્સ ઓછો કરવામાં આવશે નહીં તેમ જણાવી દીધુ છે. તેમજ પેટ્રોલ-ડિઝલ જીએસટી હેઠળ પણ આવશે નહીં કારણ કે તે પહેલાથી જ જીએસટીના જીરો રેટ કેટેગરીમાં આવે છે.

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે દુનિયામાં કોઇ એવો દેશ નથી, જ્યાં પેટ્રોલ-ડીઝલની કિંમત એક સમય સુધી સ્થિર રહેતી હોય.

જીએસટી હેઠળ પેટ્રોલ-ડિઝલને લાવવાના સવાલના જવાબમાં નાણા મંત્રી સીતારમણે કહ્યું કે આ બંને વસ્તુઓ પહેલાથી જ જીએસટીમાં છે. આ જીએસટીના શૂન્ય રેટ કેટેગરીમાં આવે છે. આ રેટ અંગે જીએસટી કમિટી નિર્ણય લે છે. આ કમિટીમાં નાણા મંત્રી અધ્યક્ષ હોય છે અને રાજ્યોના નાણા મંત્રીઓ સભ્ય હોય છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલ પર કોઇપણ પ્રકારે ટેક્સ ઘટાડવાનો કોઇ પ્રસ્તાવ નથી. જો કે નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું કે હાલમાં આ બંને વસ્તુઓ પર કોઇ નવો ટેક્સ લગાવાનો પણ કોઇ પ્રસ્તાવ નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top