add image
છોકરાઓનાં ભવિષ્ય સાથે રમવાનો કોઇને હક નથીઃ વાલીઓ

DPS સ્કૂલની માન્યતા રદ થતાં વાલીઓમાં રોષ

અમદાવાદઃ DPS સ્કૂલની માન્યતા CBSC દ્રારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે શાળામાં ભણતા બાળકોનાં ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. વાલીઓ દ્રારા આ સ્કુલને સરકાર પોતાના હસ્તક લઇ ચલાવે તેવી માંગ કરવામાં આવી હતી. વાલીઓએ ઉગ્ર માંગ કરી કે, આટલા વર્ષો સુધી સરકાર શું કરતી હતી. શાળાનાં સંચાલકો અને સરકાર વચ્ચેની સમસ્યાને કારણે અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

CBSC દ્રારા જાહેર કરવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ DPS સ્કૂલમાં ભણી રહેલા ધોરણ10 અને 12ના વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બેસાવા દેવામાં આવશે. ત્યારે વિદ્યાર્થી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તો ફોર્મ ભરીને પરીક્ષા આપી દેશે પરંતુ જે બાળકો અન્ય ધોરણોમાં છે તેમનું શું?

વાલીઓએ જણાવ્યું કે, CBSC આટલા વર્ષો ઓડિટ કરતા હતાં તે લોકોને પણ જાણ ન થઇ. છોકરાઓનાં ભવિષ્ય સાથે રમવાનો કોઇને હક નથી. આમાં જેટલા પણ સંડોવાયેલા છે તે તેમને સસ્પેન્ડ કરો અને જેલ ભેગા કરો.

Share This:  

Recent Comments

Leave Comments

Top