add image
બદામ ખાવાથી બુદ્ધિ વધે કે ન વધે પણ આ ફાયદા જરૂર થાય

જાણો 7 સર્વશ્રેષ્ઠ ડ્રાય ફ્રુટ્સ જે તમને રાખે છે હંમેશને માટે જવાન

સુકા ડ્રાઈ ફ્રુટ્સ જેટલા સ્વાદિષ્ટ હોય છે તે આપણા શરીર માટે એટલા જ ફાયદાકારક હોય છે. લોકો મીઠાઇ ઉપરાંત તહેવારોના પ્રસંગોમાં ડ્રાયફ્રૂટ આપવાનું પસંદ કરે છે. આ ડ્રાઈફ્રુ્ટ્સ શરીર માટે જરૂરી પોષક તત્વોને સપ્લાય કરવામાં સક્ષમ છે. આમતો, શિયાળો પણ આવી રહ્યો છે, આ સમય દરમિયાન તમે ફક્ત કાજુ, બદામ, પિસ્તા, અખરોટ જેવા સૂકા ફળો દેખાશે. દરેક ડ્રાઈફ્રુટ્સની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે.

બદામ

બદામમાં પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3, ઓમેગા-6, ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, જસ્તા, વિટામિન ઇ જેવા ઘણા મહત્વપૂર્ણ તત્વો હોય છે. બદામ ભલે ગમે તે રીતે ખાઓ તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પિસ્તા

પિસ્તા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કૉપર, ફાઇબર અને વિટામિન બી જેવા પુષ્કળ તત્વો હોય છે. પિસ્તાના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હ્રદય સંબંધી રોગોની સંભાવના ઓછી થાય છે.

દ્રાક્ષ

દ્રાક્ષના સેવનથી આપણા શરીરમાં લોહીની ઉણપ નથી થતી અને હાડકાં મજબૂત થાય છે. આ સિવાય દ્રાક્ષ ખાવાથી એનીમિયા, દાંતમાં કૈવિટી, કિડનીમા પથરી વગેરે થતા નથી. દ્રાક્ષમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણા શરીરને ઉર્જાવાન રાખે છે.

કાજુ

હળવા મીઠા અને નરમ તત્વોથી બનેલા કાજુ ખાવાનું દરેકને પસંદ હોય છે. કાજુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા એન્ટી-એજિંગ એલિમેન્ટ તમારી ત્વચાનો ગ્લો જાળવી રાખે છે, જેનાથી તમારા ચહેરા પર જલ્દીથી ઘડપણ નથી આવતું.

મખાના

માખાનાના સેવનથી તણાવ ઓછો થાય છે અને ઉંઘમાં સુધારો થાય છે જે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તેમને રાત્રે દૂધ સાથે મખાનાનું સેવન કરવું જોઈએ. 

અખરોટ

મગજના આકાર જેવા અખરોટ આપણા મગજ માટે ખૂબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી શરીરને અગણિત ફાયદા થાય છે.

ચિલગોઝા (પાઈન નટ્સ)

ચિલગોઝા એટલે કે પાઈન નટ્સ આયર્નનો સારો સ્રોત છે. ચિલગોઝા સગર્ભા સ્ત્રીઓ માટે આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે કારણ કે આયર્ન માતાના શરીરમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવામાં અને એનિમિયાને રોકવામાં મદદ કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top