add image
9 કલાક ઊંઘવા માટે કંપની આપી રહી છે 1 લાખ પગાર

બેંગ્લોરની કંપની આપી રહી છે આવી ઓફર

બેંગ્લોરની એક કંપની હવે ઊંઘવા માટે તમને એક લાખ રૂપિયા આપશે. કેટલુ સારુ હશે તમે 9 કલાક તમારી ઊંઘ પુરી કરો અને સાથે એક લાખ રૂપિયા પણ કમાણી કરો. જો કે તેના માટે તમારી પસંદગી થવી જરૂરી છે.

કઇ કંપની આપી રહી છે આવી ઓફર
કર્ણાટકની રાજધાની બેંગ્લોરની ઓનલાઇન ફર્મ વેકફિટ દ્વારા આ ઓફર આપવામાં આી છે. ઓનલાઇન સ્લીપ સોલ્યૂશન ફર્મ દ્વારા પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઇન્ટર્નશિપ નામ આપ્યું છે.

શુ છે શરત?
આ ઇન્ટર્નશિપ માટે થોડ જ લોકોની પસંદગી થશે. અહીં તમારે કંપનીએ આપેલા ગાદલા પર જ સુવાનું રહેશે. તમને દરરોજ જણાવાનું રહેશે કે તમને ઊંઘ કેવી આવી.

ઊંઘવા માટે શું કામ આપે છે રૂપિયા?
કંપની ઊંઘવા માટે કેટલાક લોકોને કાઉન્સલિંગ કરશે. ત્યાર બાદ તેમના ઊંઘવાની રીતને ટ્રેક કરવામાં આવશે. ત્યારબાદ એક્સપર્ટ દ્વારા સલાહ પણ આપવામાં આવશે. જે લોકો ઊંઘવા જશે તેની ઊંઘનું રેકોર્ડ કરવામાં આવશે. તેની ઊંઘવાની પેટર્નને નોટિસ કરવામાં આવશે.

જાણો કેટલો સમય સુધી ઉંઘવાનું છે?
કંપનીનો નિયમ છે કે આ યોજનામાં ભાગ લેનારા પસંદગી પામેલા લોકોએ 100 દિવસ સુધી દરરોજ 9 કલાક ઊંઘવાનું છે.

ન કામ છોડવાનું છે, ન તમારુ ઘર
વધારે કામ અને તણાવના કારણે લોકોની ઊંઘ ખરાબ થઇ રહી છે. જેને લઇને તેના સ્વાસ્થ્ય પર તેની અસર પડીરહી છે. જેને લઇને કંપની આ ઇન્ટર્નશિપ લઇને આવી છે. જેના માટે તમારે તમારુ કામ પણ નથી છોડવાનું અને ઘર પણ નથી છોડવાનું.

ક્યા કરશો એપ્લાય
જો તમે પણ ઇન્ટર્નશિપ કરવા ઇચ્છો છો તે તેના માટે કંપનીની આ વેબસાઇટ https://www.wakefit.co/sleepintern/ પર જઇ એપ્લાય કરી શકો છો.

Share This:  

Recent Comments

Leave Comments

Top