add image
કમ્પ્યુટર શિક્ષક બનવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર

શિક્ષણ વિભાગે જાહેર કર્યો મહત્વનો ઠરાવ

ગાંધીનગરઃ શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કમ્પ્યુટર શિક્ષકની ભરતીને લઇને ઠરાવ જાહેર કર્યો છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બંને વિભાગ માટે અલગ અલગ લાયકાત નક્કી કરાઈ છે. ઉમેદવારે માધ્યમિક સ્કૂલો માટે ઉમેદવાર પાસે બીસીએ, બીએસ (આઈટી), બીઈ-બીટેક (આઇટી), બીએસસી (કમ્પ્યુટર સાયન્સ), એમએસસી (કમ્પ્યુટર સાયન્સ) ઉપરાંત કમ્પ્યુટર વિષય સાથે ટાટ પાસ કરેલી હોવી જોઇએ

ઉચ્ચત્તર માધ્યમિક માટે

આ સાથે ઉમેદવારે  ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલો માટે ઉમેદવારે બીસીએ-એમસીએ, બીએસસી- એમએસસી, બીઇ-એમઇ, બી ટેક- એમ ટેક, બીએસસી- એમએસસી, એમએસસી (આઇટી) ઇન્ટગ્રેટેડ કોર્સ કરેલો હોવો જોઈએ.

અન્ય વિષય પણ ભણાવવાનો રહેશે

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ભરતી થયેલા શિક્ષકે સ્કૂલમાં જે વિષયના શિક્ષકની અછત હશે તે વિષય પણ વિદ્યાર્થીને ભણાવવાનો રહેશે. આ ઠરાવ મુજબ, આવનાર સમયમાં શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે તેમાં એ જ સ્કૂલોને લાભ મળશે જેમાં 6 કરતાં વધુ વર્ગો હોય. 6થી ઓછા વર્ગ ધરાવતી સ્કૂલોને કમ્પ્યુટર શિક્ષકનો લાભ નહીં મળે.

Share This:  

Recent Comments

Leave Comments

Top