add image
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના તમામ શૌચાલયો ખરાબ

અંતરિક્ષ યાત્રી આવું કરવા માટે થયા મજબૂર

નાસાએ બુધવારે માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)નું કોઈ શૌચાલય કાર્યરત નથી. આને કારણે, અવકાશયાત્રીઓને ડાયપરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આઇએસએસના કમાન્ડર લુસા પરમિટાનોના અનુસાર, અમેરિકી ભાગમાં લાગેલું શૌચાલય સતત ખામીના સંકેત આપી રહ્યું છે. જ્યારે, રશિયન ભાગમાં લાગેલુ શૌચાલય તેની સંપૂર્ણ ક્ષમતાથી ભરેલું છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રશિયામાં બે શૌચાલયો બનાવવામાં આવ્યા છે. એક શૌચાલય અમેરિકન ભાગમાં સ્થાપિત થયેલ છે, જ્યારે બીજું શૌચાલય રશિયન ભાગમાં સ્થાપિત થયેલ છે. આ બંને સિવાય સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલા સોયુઝ અવકાશયાનમાં શૌચાલય પણ છે, પરંતુ તેનો ઉપયોગ અવકાશયાનની ઉડાન દરમિયાન થાય છે. સ્થિરતાની સ્થિતિમાં તેને ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે.

હાલમાં અંતરિક્ષમાં બે સ્પેસ સ્ટેશન સક્રિય 

હાલમાં, અંતરિક્ષમાં બે સ્પેસ સ્ટેશન કાર્યરત છે. તેમાંથી એક યુ.એસ, રશિયા, યુરોપિયન યુનિયન, કેનેડા અને જાપાનની મદદથી ચલાવવામાં આવે છે. તેને 'ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' (આઈએસએસ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીજું અવકાશ મથક ચીનનું છે અને તેનું નામ 'તિઆનગોંગ-2' છે. આઇએસએસ પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સ્ટેશન સતત પૃથ્વીની આસપાસ ફરે છે. અગાઉ, રશિયાના અવકાશ મથક 'મીર'એ પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરતું હતું, પરંતુ અધિક સંચાલન ખર્ચ અને સુરક્ષા કારણોસર તેને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં 2001માં છોડી દેવામાં આવ્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top