add image
આખરે કોણ છે આ વ્યક્તિ જેના ફોટો પર ટ્રમ્પે ચોંટાડ્યો પોતાનો ચહેરો?

ટ્રમ્પના આ ફોટોની ટ્વીટર પર લોકો લઈ રહ્યા છે મજા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટ્વીટને કારણે ફરી એકવાર ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે તેમના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમણે બૉક્સર રૉકી બાલબોઆની તસવીર પર પોતાનો ચહેરો મૂક્યો છે.

બૉક્સર રોકી બાલબોઆના ફોટોશૉપ કરેલા ફોટોને ટ્વીટ કરતી વખતે ટ્રમ્પે કોઈ કેપ્શન ટ્વીટ કર્યું ન હતું. આ ફોટો સિલ્વેસ્ટર સ્ટેલોનની છે, રોકી થર્ડ ફિલ્મના અભિનેતા, જે આ ફિલ્મમાં બોક્સર રૉકી બાલબોઆ બન્યા છે.

 

pic.twitter.com/11nzKwOCtU

— Donald J. Trump (@realDonaldTrump) November 27, 2019

આ ફિલ્મ વર્ષ 1982માં રિલીઝ થઈ હતી. જેણે હોલીવુડમાં જોરદાર ધૂમ મચાવી હતી.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલના દિવસોમાં વેસ્ટ પામ બીચ ગોલ્ફ ક્લબ ખાતે તેમના નજીકના મિત્રો સાથે ગોલ્ફ રમવા ગયા છે. જ્યાં ગોલ્ફ કાર્ટ માટે ચૂકવેલા ભાડા અંગે વિવાદ થઈ રહ્યો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top