add image
11માં ધોરણના વિદ્યાર્થીનો કમાલ, 2500 રૂપિયામાં હાઈડ્રોજનથી ચાલતી બાઈક

જાણો કેવી અને ક્યાંથી આવવા લાગી ઓફર્સ

વેલોર જિલ્લાના એક ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક કીટ ડિઝાઇન કરી છે જેનો ઉપયોગ હાઇડ્રોજનથી ટૂ-વ્હીલર ચલાવવા માટે થઈ શકે છે. આ વિદ્યાર્થીએ આ કીટની મદદથી તેના પિતાની બાઇક ચલાવવામાં સફળતા મેળવી છે.

પેનાથુર ગામના આ યુવા વૈજ્ઞાનિકનું નામ ડી.દેવેદ્રિરન છે. તે 11માં વર્ગનો વિદ્યાર્થી છે. તેણે હાઇડ્રોજન આધારિત ઉપકરણ બનાવ્યું છે જેનાથી બાઇકને ચલાવી શકાય છે. ખરેખર, ડી.દેવેધિરને વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના વિજ્ઞાન મહોત્સવમાં થોડા દિવસો પહેલા તેમના પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું.

દરમિયાન, નેશનલ ડિઝાઇન એન્ડ રિસર્ચ ફોરમ (એનડીઆરએફ)ના પ્રમુખ મૈલાસ્વામી અન્નાદુરાઈએ, આ પ્રોજેક્ટને જોઈને કહ્યું કે, વીઆઇટી યુનિવર્સિટીની સાથે એનડીઆરએફ આ પ્રોજેક્ટને આગળ વધારવામાં દેવેન્દ્રિને મદદ કરશે.

પોતાના પ્રોજેક્ટ અંગે દેવેદ્રિરને જણાવ્યું હતું કે મેં મારી બહેન સાથે મળીને કામ કર્યું હતું, જે 10માં ધોરણની વિદ્યાર્થી છે. અમે બંને વેલોર જિલ્લાના પેનાથુર ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ.

ફક્ત 2500 રૂપિયામાં બનાવી કીટ

તેમણે જણાવ્યું હતું કે ટૂ-સ્ટ્રોક ટુ-વ્હીલર્સ માટે કીટની કિંમત 2500 રૂપિયા છે, જ્યારે 500 રૂપિયા ખર્ચ કરીને 4-સ્ટ્રોક ટુ-વ્હીલર્સ માટે પણ બનાવી શકાય છે.

દેવેંદ્રિરને કહ્યું કે, હવે આ ઇંધણથી વાહનને 25 કિ.મી. સુધી દોડાવી શકાય છે, હવે હું આ ઉપકરણની ક્ષમતા વધારવાનું કામ કરી રહ્યો છું. દેવેંદ્રિરને કહ્યું કે તેનું મૂલ્યાંકન કર્યા પછી તેને સંશોધન અને વિકાસના આગલા સ્તર પર લઈ જવા પર ભાર મૂકવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top