add image
ફક્ત એક રાત માટે કેમ અને કોની સાથે લગ્ન કરે છે કિન્નર?

તેના પાછળની આખી કહાની જાણીને થઈ જશો હેરાન

તમે કિન્નરો વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કિન્નરો પણ લગ્ન કરે છે અને આ લગ્ન ફક્ત એક જ રાત માટે હોય છે એ પણ એમના ભગવાન સાથે.

કિન્નરના ભગવાન કોણ છે અને કોની સાથે આ વિવાહ કરે છે જો તમે એ જાણવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ છે અર્જુન અને નાગ કન્યા અલૂપીની સંતાન ઈરાવન જેમને અરાવનના નામે પણ ઓળખવામાં આવે છે.

ઈરાવન કિન્નરના ભગવાન કેવી રીતે બન્યા અને તેમની સાથે કેમ એક રાત માટે વિવાહ કરવામાં આવે છે તેની એક અજબ કહાની છે જે મહાભારતના યુદ્ધ સાથે સંબંધિત છે. પરંતુ કહાની પહેલા તમને જણાવી દઈએ કે ક્યાં થાય છે કિન્નરના એક રાતના લગ્ન અને પછી શું થાય છે?

કિન્નરના લગ્નનો જશ્ન જોવો હોય તો તમારે તમિલનાડુના કુવગામ જવું પડશે. અહીં દર વર્ષે તમિલ નવ વર્ષની પહેલી પૂર્ણિમાથી કિન્નરોના વિવાહનો ઉત્સવ શરૂ થાય છે જે 18 દિવસ ચાલે છે. 17મા દિવસે કિન્નરોના લગ્ન થાય છે. સોળે શણગાર કરેલા કિન્નરોને પુરોહિત મંગળસૂત્રણ પહેરાવે છે અને તેમના વિવાહ થઈ જાય છે.

વિવાહના આગલા દિવસે ઈરવન દેવતાની મૂરતિને શહેરમાં ફેરવવામાં આવે છે અને ત્યાર બાદ તેને તોડી દેવામાં આવે છે. તેની સાથે જ કિન્નર પોતાનો શ્રૃંગાર ઉતારીને એક વિધવાની જેમ વિલાપ કરવા લાગે છે. આવો હવે વિવાહથી લઈ વિધવા થવા સુધીની કહાનીનું રહસ્ય જાણીએ.

કથા છે કે મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોએ માં કાલીની પૂજા કરી. આ પૂજામાં એક રાજકુમારની બલી થવાની હતી. કોઈ પણ રાજકુમાર જ્યારે આગળ ન આવ્યો તો ઈરાવને કહ્યું કે તે બલી માટે તૈયાર છે. પરંતુ તેણે એક શરત રાખી કે તે વગર લગ્ન કરે બલીએ નહીં ચઢે.

પાંડવો પાસે સમસ્યા એ આવી ગઈ કે એક દિવસ માટે કઈ રાજકુમારી ઈરાવન સાથે વિવાહ કરશે અને આગલા દિવસે વિધવા થઈ જશે. આ સમસ્યાનું સમાધાન શ્રી કૃષ્ણએ કાઢ્યું. શ્રી કૃષ્ણ સ્વંય મોહિની રૂપ ધારણ કરીને આવી ગયા અને તેમણે ઈરાવન સાથે વિવાહ કર્યા.

આગલા દિવસે સવારે ઈરાવનની બલી આપી દેવામા આવી અને શ્રી કૃષ્ણએ વિધવા બનીને વિલાપ કર્યો. તે જ ઘટનાને યાદ કરીને કિન્નર ઈરાવનને પોતાના ભગવાન માને છે અને એક રાત માટે વિવાહ કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top