ઓફિસમાંથી રજા લેવા કર્મચારીઓ આ બહાનાનો સૌથી વધારે કરે છે ઉપયોગ

બ્રિટેનમાં કરાયેલા સર્વેમાં બિમારીનું બહાનું આવ્યું સામે

કર્મચારીઓ ઓફિસમાંથી સૌથી વધારે બિમારીનું બહાનુ બનાવીને રજા લેતા હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રિટેનમાં કર્મચારીઓ પોતાના બોસ પાસે બીમારી અંગેનું ખોટુ બોલી ઓફિસમાંથી રજા લેતા હોય છે. આ સર્વેમાં એ પણ વાત સામે આવી હતી કે જૂનિયર કર્મચારીઓ સીનિયર કર્મચારીઓની સરખામણીએ સૌથી વધારે ખોટુ બોલતા હોય છે. જો કર્મચારીઓનો પોતાના બોસ સાથેનો સંબંધ ખરાબ હોય તો તેમની સાથે કોઇપણ વાતને લઇને ઓછુ સાચુ કહેતા હોય છે. 

આ સર્વે અનુસાર બ્રિટેનમાં પાંચમાંથી બે કર્મચારીઓ ઓફિસમાં ખોટુ બોલી રજા લેતા હોય છે. આ સર્વેમાં જ્યારે કર્મચારીઓની નૈતિકતા અને મૂલ્યો પર સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે બિમારી અને ખોટુ બોલવાની વાત સ્વીકારી  હતી. 

આ સર્વેમાં એ પણ તારણ સામે આવ્યું હતું કે મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં બીજાઓના કામનો શ્રેય પોતાના પર લેવાની પ્રવૃત્તિ બેગણી હોય છે. પુરષ બોસ પોતાના કર્મચારીઓના કામનો શ્રેય પોતાના પર લઇ પ્રશંસા પ્રાપ્ત કરે છે. જોકે આ સર્વેમાં એક તૃતીયાંશ કર્મચારીઓએ આ વાતનો સ્વીકાર કર્યો કે  તેમણે ઓફિસમાંથી નાની-નાની વસ્તુઓ લીધી છે. 

આ સર્વે 16 વર્ષી વધુ ઉંમરના 3,655 વ્યક્તિઓની પુછપરછ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો બોસ દિવસમાં કયારેય રિસેસ નથી લઇ રહ્યા અને લંચ સમયે પણ પોતાના ટેબર પર જ ભોજન કરે છે તો તે એ દર્શાવાનો પ્રયત્ન કરે છે બાકી કર્મચારીઓએ પણ આમ જ કરવું જોઇએ. 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top