add image
જ્યારે વીમા કંપનીએ મરણનું માગ્યું પ્રમાણપત્ર, પરિવારજને કર્યું આમ..

પરિવારજન મૃતદેહને લઇને પહોંચ્યા ઓફિસ

જીવન વીમો લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે આકસ્મિક મૃત્યુ બાદ પોતાના પરિવારજનને આર્થિક તકલીફનો સામનો કરવો ન પડે. કોઇપણ પ્રકારની અનહોની થવા પર વીમાની રકમ ઘણી મદદરૂપ થતી હોય છે. પરંતુ ઘણી વખત એવું સાંભળવા મળે છે કે વીમા કંપની લાભ આપવામાં કચાશ રાખતી હોય છે.

આવા સ્થિતિમાં કેટલીક વાર મૃતકના પરિવાર બધી આશા ગુમાવી બેસે છે. આવો જ એક કિસ્સો દક્ષિણ આફ્રિકનો સામે આવ્યો છે. અહીં જ્યારે વીમા કંપની વીમો આપવાનો ઇન્કાર કરવા લાગી ત્યારે પરિવારજનો મૃતદેહ લઇને ઓફિસ પહોંચી ગયા. 

એક અહેવાલ મુજબ 46 વર્ષના સિફિસો જસ્ટિ મ્હેલ્ગોની 7 નવેમ્બરના રોજ  મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારજનો વીમો લેવા ઇન્સ્યોરન્સ કંપની  પહોંચ્યા. જો કે વીમા કંપની તેનુ મૃત્યુ થયું હોય તેવુ માનવા તૈયાર નહોતા. કંપની દ્વારા પરિવારજનોને તેનુ મૃત્યુ થયું હોય તેવુ સાબિત કરો.

જેને લઇને પરિવારજનો સિફિસોના મૃત્યુને સાબિત કરવા માટે મૃતદેહ લઇને ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસ પહોંચી ગયા. તમે વિચારી શકો છો કે આ પરિવારજનોને તે સમયે કેટલુ દુઃખ થયુ હશે.  આ મામલો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. એક ટ્વિટર યૂઝર્સ દ્વારા આ મામલાનો વીડિયો 19 નવેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો. 

જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કંપનીએ એક નિવેદન જારી કર્યું. કંપનીએ કહ્યું આ કઠિન સમય દરમિયાન પરિવાર પ્રતિ સહાનુભૂતિ રાખીએ છીએ. અમે પુષ્ટી કરીએ છીએ કે જે દાવો કરવામાં આવ્યો હતો તેની ચુકવણી કરી દેવામાં આવી છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top