TikTok પર બનાવો છો VIDEO તો આ રીતે કરી શકો છો કમાણી

આ છે જરૂરી શરતો અને ફંડા

સોશિયલ મીડિયા પર ટિકટૉક એપનો ક્રેઝ વધી રહ્યો છે. ખરેખર, આ એપ્લિકેશન દ્વારા લોકોને લોકપ્રિયતા મળી રહી છે, તેની સાથે તે એક સારું મનોરંજન પ્લેટફોર્મ પણ બની ગયું છે. આ જ કારણ છે કે લોકો ટિકટોક એપ્લિકેશનને પસંદ કરે છે. જો કે હવે ટિકટૉક યુઝર્સને પણ આ એપથી કમાણી કરવાની તકો મળી રહી છે. ચાલો જાણીએ કેવી રીતે.

હકીકતમાં, ઘણી મોટી કંપનીઓ અથવા બ્રાન્ડ્સ હવે ટિકટૉક પ્લેટફોર્મ પર જોડાવાથી યુઝર્સને કમાણી કરવાની તક આપી રહી છે. તાજેતરમાં મોબાઇલ ફોનની બ્રાન્ડ ઇટેલે TikTok  પર એક સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું હતું. તેને એક જબરદસ્ત સફળતા મળી છે. આ ઝુંબેશના ભાગ રૂપે, TikTok  યુઝર્સોએ જરૂરી ટેગનો ઉપયોગ કરીને ઇટેલ દ્વારા તૈયાર કરાયેલા સોન્ગ પર વિડિઓ અપલોડ કરવાનો હતો. બદલામાં, તેણે યુઝર્સોને ચૂકવણી કરી છે. એ જ રીતે, કંપની અથવા બ્રાન્ડ્સ જેમ કે Amazfit, Moov અને Bingo જેવી કંપનીઓ કે બ્રાન્ડ અલગ-અલગ અભિયાન અંતર્ગત યુઝર્સને કમાવાનો મોકો આપી રહી છે.

જરૂરી છે આ શરત

જો કે, કમાણી માટે, TikTok યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા વધુ હોવી જરૂરી છે. આ પછી જ, કોઈપણ કંપની તેની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે TikTok વપરાશકર્તાઓનો સંપર્ક કરે છે. કંપનીઓ TikTok યુઝર્સનો તેમના બ્રાન્ડ માટે પરફૉર્મ કરીને વિડિઓ અપલોડ કરવા કહે છે. બદલામાં, આ કંપનીઓ TikTok યુઝર્સને નોંધપાત્ર રકમ ચૂકવી રહી છે. બીજી બાજુ, જો તમે પ્રભાવશાળી વ્યક્તિ છો, તો પણ તમને પ્રાધાન્યતા મળશે.

જો માઇન્ડશિફ્ટ ઇન્ટરેક્ટિવના સીઈઓ, ઝફર રઈસની માનીએ તો TikTok પર 1 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવનાર યુઝર્સ વધુ પ્રભાવી હોઈ શકે છે. આ સિવાય કંપનીઓ એવા યુઝર્સોની પણ શોધ કરે છે કે જેઓ તેમની પોતાની બ્રાંડનું પ્રમોશન કરે છે. 

ભારતમાં સૌથી વધુ લોકો TikTok એપ યુઝર્સ

તાજેતરના આંકડા દર્શાવે છે કે આ એપ્લિકેશનના વિશ્વભરમાં 1.5 અબજથી વધુ યુઝર્સો છે. જ્યારે ભારત આ યાદીમાં ટોચ પર છે. આનો અર્થ એ કે ભારતમાં મોટાભાગના લોકો TikTok એપનો ઉપયોગ કરે છે. વર્ષ 2019માં, લોકોએ તેના ઉપયોગમાં તેજી દેખાડી, આ વર્ષે 27.76 કરોડ લોકોએ તેને ડાઉનલોડ કર્યું.

વિશ્વના તમામ ડાઉનલોડ ડેટામાં આ 45 ટકા છે. આ સૂચિમાં ચીન બીજા સ્થાને 4.55 મિલિયન ડાઉનલોડ્સ સાથે છે, જે આંકડાના 7.4 ટકા છે. આ ઉપરાંત અમેરિકા 3.76 કરોડ ડાઉનલોડ સાથે ત્રીજા સ્થાને છે, જે આ વર્ષના આંકડાના 6 ટકા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top