Bharat Bandh to protest SC/ST act amendments evokes weak response
જન મન ઈન્ડિયા- સંવાદદાતા
નવી દિલ્હી:કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલીને એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખાતાSC/ST એક્ટમાં સુધારો કરી મૂળ સ્વરૂપે તેને લાગુ કર્યો તેના વિરોધમાં કેટલાંક સવર્ણ સંગઠનોએ આજે‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. આ એલાનને મોળો પ્રતિસાદ મળ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં હિન્દી પટ્ટાનાં રાજ્યોમાં ઘણા ઠેકાણે બંધ પળાયો છે પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં બંધની કોઈ અસર જોવા મળી નથી. પરશુરામ સેના, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, કરણી સેના સહિતનાં સંગઠનો દ્વારા ભારત બંધ’નું એલાન અપાયું છે.
ભારત બંધ’ના એલાનના પગલે મધ્ય પ્રદેશના10 જિલ્લામાં કલમ144 લગાવી દેવામાં આવી છે છતાં લોકો સવારથી જ મોટી સંખ્યામાં વિરોધ કરવા એકઠા થઈ ગયા હતા.જો કે ભારત બંધ’ના એલાનની સૌથી વધારે અસર બિહારમાં જોવા મળી છે. બિહારના લખીસરાય જિલ્લામાં લોકોએNH-80ને જામ કરી દીધો હતો.છપરામાં સવર્ણ સંગઠનોના કાર્યકરોએNH-19 જામ કરી દીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી અને રસ્તા પર ઉતરી પડ્યાં છે. મધુબનીમાં સવર્ણ આંદોલનકારીઓ દ્વારાNH-105 જામ કરી દેવામાં આવ્યો હતો. લોકો કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે20 માર્ચે એટ્રોસિટી એક્ટ અંગે મહત્વનો ચુકાદો આપીને, આ એક્ટ હેઠળ ફરિયાદ થાય તો આરોપીની તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને અગોતરા જામીનનો અધિકાર હોવાનું પણ કહ્યું હતું. આ મામલે દલિત તથા આદિવાસી સંગઠનોના વિરોધના પગલે એટ્રોસિટી એક્ટને મૂળ સ્વરૂપમાં લાગુ કરવા સંસદે કાયદો પસાર કર્યો છે.
Share This: |
Recent Comments