વિવાદસ્પદ નિવેદનને કારણે સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં

કહ્યું- કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાને કારણે સુપ્રિમ કોર્ટે રામ મંદિર બાંધવાનો ચુકાદો આપ્યો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના વિવાદસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. ભરૂચ ખાતે યોજાયેલ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મનસુખ વસાવાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. 

સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ભાજપની સરકાર હોવાને કારણે સુપ્રીમ કોર્ટે રામ મંદિર બનાવવાનો ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે, રામ મંદિર માટે કેટલાય લોકોએ આંદોલનો કર્યા છે, ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ આ મુદ્દોનો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાને કારણે અંત આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપણી તરફ આપ્યો છે.  

અગાઉ પણ સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમ્યાન સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ. કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે એનજીઓ અથવા એજન્સી મારફતે મળે છે. કોઇને સીધી મળતી નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top