CJI રંજન ગોગોઇના કાર્યકાળનો અંતિમ દિવસ

3 મિનિટમાં 10 કેસોની જાહેર કરી નોટિસ

તેમના કાર્યકાળના અંતિમ દિવસે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ થોડા સમય માટે જ પોતાના કાર્યાલયમાં બેઠા. પરંપરા અનુસાર CJI ગોગોઇએ તેમના અનુગામી જસ્ટિસ એસ.એ. બોબડેની સાથે કોર્ટ રૂમમાં બેઠા, આ દરમિયાન તેમણે માત્ર 3 મિનિટમાં દસ કેસોની નોટિસ જાહેર કરી. નોંધનીય છે કે, 17 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના કાર્યકાળનો અંતિમ દિવસ છે, પરંતુ તે દિવસે વીકએન્ડ પડી રહ્યો છે. 

ચીફ જસ્ટિસ ગોગોઇએ આ સમયગાળા દરમિયાન કેટલાક પત્રકારોએ ઇન્ટવ્યૂની અપીલ કરી હતી, પરંતુ પત્રકારો સાથે વત કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો. બાર એસોસિએશન દ્વારા આયોજીત ફેરવેલ કાર્યક્રમને પણ CJI સંબોધન કરશે નહીં.

કેવો રહ્યો ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના કાર્યકાળનો અંતિમ દિવસ...

- કાર્યકાળના અંતિમ દિવસે CJI રંજન ગોગોઇ માત્ર ત્રણ મિનિટ માટે જ પોતાની કાર્ટમાં બેઠા.

- પરંપરા પ્રમાણે તે પોતાના અનુગામી જસ્ટિસ બોબડેની સાથે પોતાના કાર્ટ રૂમમાં બેઠા.

- જ્યારે ચીફ જસ્ટિસ ગોગોઇ 10.30 કલાકે કોર્ટરૂમ પહોંચ્યાં ત્યારે રૂમ સંપૂર્ણ ભરાયેલો હતો.

- 18 નવેમ્બરે જસ્ટિસ બોબડે નવા મુખ્ય ન્યાયધીશ તરીકે શપથ લેશે. આ પહેલા આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ બોબડેએ બેંચની યાદીમાં શામેલ દશ કેસની નોટિસ જાહેર કરી.

- આ પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ રાકેશ ખન્નાએ દરેક વતી ચીફ જસ્ટિસ ગોગોઇનો આભાર વ્યક્ત કર્યો અને શુભેચ્છાઓ પાઠવી. 

- આ સમય દરમિયા જસ્ટિસ ગોગોઇએ દરેકનો આભાર વ્યક્ત કર્યો અને રૂમમાં હાજ દરેક લોકો સામે હાથ જોડીને વિદાય લીધી. 

- શુક્રવારે બપોરે અઢી વાગ્યે ચીફ જસ્ટિસ ગોગોઇ રાજઘાટ જશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધંજલિ અર્પણ કરશે. જ્યારે ગોગોઇએ CJIનું પદ સંભાળ્યું હતું, ત્યારે પણ તેઓ રાજઘાટ ગયા હતા.

- શુક્રવારે જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ દેશના દરેક હાઇકોર્ટના 650 ન્યાયધીશો, 15000થી વધારે અધિકારોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.

નોંધનીય છે કે પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ઘણા મોટા ચૂકાદાઓ સંભળાવ્યા છે. જેવા કે, અયોધ્યા કેસ, કર્ણાટક ધારાસભ્ય કેસ, સબરીમાલા કેસ, રાફેલ વિમાન સોદા પર પુનઃવિચારની દરખાસ્ત,  રાહુલ ગાંધી વિરુદ્ધ તિરસ્કારનો કેસ.

Share This:  

Recent Comments

Leave Comments

Top