અમદાવાદની આ હોટલે 3 ઇંડાના વસુલ્યા રૂ.1672!

મ્યૂઝિક કમ્પોઝર શેખરે સોશિયલ મીડિયામાં શેર કર્યું બિલ

અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલી એક ફાઇવ સ્ટાર હોટલે મ્યૂઝિક કમ્પોઝર શેખર રવિજાનીને ત્રણ બૉઇલ્ડ એગનું 1672 રૂપિયાનું બિલ પકડાવ્યું હતું. આ બિલ જોઈને શેખરને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તેણે આ બિલને સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું.

મ્યૂઝિક કમ્પોઝર વિશાલ-શેખરના જોડીદાર શેખર રવિજાનીને મોંઘી હોટલનો કડવો અનુભવ થયો છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી હયાત રેઝન્સી હોટલે શેખર રવિજાનીને ત્રણ  બૉઇલ્ડ એગનું 1672 રૂપિયાનું બિલ પકડાવ્યું છે. આ બિલને શેખરે સોશિયલ મીડિયામાં શેર કર્યું છે.  તેણે લખ્યું કે,"ત્રણ ઇંડાની સફેતી માટે 1672 રૂપિયા? આ કંઈક વધારે જ મોંઘું નથી."

ઉલ્લેખનીય છે કે, અગાઉ એક ફાઇવ સ્ટાર હોટલે રાહુલ બોસને બે કેળા માટે 442 રૂપિયાનું બિલ પકડાવ્યું હતું. બાદમાં આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોટલને રૂપિયા 25000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.  

Share This:  

Recent Comments

Leave Comments

Top