મિશન ગગનયાન માટે ભારત તૈયાર

12 સંભવિત યાત્રીઓની કરાઈ પસંદગી

ભારતના અંતરિક્ષમાં પહેલા માનવ મિશન ગગનયાન માટે 12 સંભવિત યાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ ગુરુવારે કહ્યું કે ઈસરોના પહેલા માનવ મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી વ્યવસાયિક રીતે કરવામાં આવી રહી છે.

બેંગલુરુમમાં આયોજિત ઈન્ડિયન સોસાયટી ફૉર એરોસ્પેસ મેડિસિન(આઈએસએએમ)ના 58મા વાર્ષિક સમ્મેલનના ઉદ્યાટન સત્રને સંબોધિત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે સંભવિત અંતરિક્ષ યાત્રીઓની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. મારું માનવું છે કે આ ખુબ જ વ્યવસાયિક રીતે કરવામાં આવશે. ઈસરો સાથે વધતા સંવાદથી સ્વયં પસંદગી પ્રક્રિયા પ્રતિ સમજ વધી છે.

ભારતીય વાયુસેનાની ભૂમિકા વિશે ભદૌરિયાએ કહ્યું કે, ટીમ ઈસરો સાથે સમન્વય કરી રહી છે અને અંતરિક્ષ યાનની ડિઝાઈનના પહેલુઓને જોઈ રહી છે જેમ કે જીવન રક્ષક પ્રણાલી, કેપ્સુલની ડિઝાઈન, સાથે જ વિમાનન ચિકિત્સા પ્રકોષ્ઠ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ઈસરો પડકારનો સફળતાપૂર્વક સામનો કરી સફળતા મેળવે.

Share This:  

Recent Comments

Leave Comments

Top