વિયેતનામના જંગલોમાં હરણ જેવડો ઉંદર દેખાયો!

30 વર્ષ બાદ ફરી મળી આ દુર્લભ પ્રજાતિ

સિલ્વર-બૈકેડ શેવરોટાઈન નાની હરણ જેવી પ્રજાતિ છે, જેને માઉસ હરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ડાયનાસોરની જેમ જ આ પ્રજાતિ પણ લુપ્ત થવાની આરે છે. સામેથી, આ હરણ જેવું દેખાતા પ્રાણીની પીઠ પર ચાંદી જેવું રંગ ધરાવે છે, તેથી તેને સિલ્વર-બેક્ડ શેવરોટિન અથવા માઉસ હરણ કહેવામાં આવે છે. નેચર ઇકોલૉજી અને ઇવોલ્યુશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ આ પ્રાણી લગભગ 30 વર્ષ પહેલાં જોવા મળ્યું હતું. હવે તે ફરીથી વિયેતનામના ઉત્તર પશ્ચિમના જંગલમાં જોવા મળ્યું છે.

પ્રકૃતિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રિય સંઘ દ્વારા બનાવવામાં આવેલી જોખમની પ્રજાતિયોની યાદીમાં આ જાનવરોને રેડ લિસ્ટ એટલે વિલુપ્ત થનારી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સિલ્વર-બૈકેડ ચેવરોટાઈન વિશે પહેલીવાર જાણકારી 1910માં આવી હતી. આ હરણ વિયતનામના હો ચી મિન્હ સિટીમાંથી લગભગ 450 કિલોમીટર દૂર ન્હા ટ્રાંગ પાસે મળી આવેલા અનેક જાનવરોમાં સામેલ હતા.

હકીકતમાં, 1990 પછીથી આ પ્રજાતિ વિશે કોઈ પુષ્ટિ મળી ન હતી, નિષ્ણાતોએ માની લીધું હતું કે પ્રાણી શિકારના લીધે લુપ્ત થઈ ગયા છે. કોઈપણ જંગલી પ્રાણીના લુપ્ત થવાનાં બે કારણો છે, પ્રથમ, જમીનના લોભને કારણે, જંગલો આડેધડ કાપવામાં આવ્યા, જેના કારણે તેમનો રહેઠાણ બદલાઈ ગયા. બીજા શિકારને લીધે, કેટલીક પ્રજાતિઓ હવે પૃથ્વી પર નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top