સપનામાં આ 8 ખાવાની ચીજો દેખાય તો સમજજો કે...

આવનારા દિવસોમાં થવાનો છે અણધાર્યો લાભ

સૂતી વખતે સપના આવવા એક સામાન્ય વાત છે પણ સ્વપ્ન જ્યોતિષ શાસ્ત્રમાં સપનાઓનું વિશેષ મહત્વ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના શુભ ફળના સંકેત આપે છે તો જ્યારે કેટલાક સપના અશુભ હોવા તરફ ઈશારા કરતા હોય છે.

આવો જાણીએ સપનામાં ખાવાની ચીજો દેખાય તો તેનો શું અર્થ હોય છે.

-સપનામાં આંબળા ખાતા દેખાવવું એ મનોકામના પૂર્ણ હોવા તરફ સંકેત કરે છે, જ્યારે તમે ફક્ત આંબળા દેખો છો તો તમારી ઈચ્છા અધુરી રહી શકે છે.

-આદુ ખાતા દેખાવું એ માન સન્માનમાં વધારા તરફ ઈશારા કરે છે.

-અનાનસ ખાતા દેખાય તો એ વાતનો ઈશારો હોય છે કે તમારે પહેલા મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ત્યાર બાદ રાહત મળશે.

-આઈસ્ક્રિમ ખાતા દેખાય છે તો તમારુ જીવન સુખ શાંતિથી વ્યતીત થશે.

-જો તમને સપનામાં અખરોટ દેખાય છે તો આવનારી ખુશીના સંકેત છે. સપનામાં અખરોટનું દેખાવું ધનમાં વધારાના સંકેત આપે છે.

-સપનામાં અજમો ખાતા દેખાવું અર્થ હોય છે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.

-કેરી ખાતા દેખાય તો તેનો અર્થ ધન અને સંતાન સુખ મળવાનું છે.

-સપનામાં આંબલી ખાતા દેખાય તો તે સ્ત્રી માટે શુભ માનવામાં આવે છે, જ્યારે પુરુષ માટે તે અશુભ માનવામાં આવે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top