ગૂગલ ઇન્ડિયાના મેનેજર અને VP બન્યા સંજય ગુપ્તા

આવતા વર્ષની શરૂઆતમાં સંભાળશે પદ

ગૂગલ ઇન્ડિયાએ શુક્રવારે સ્ટાર અને ડિઝની ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંજય ગુપ્તાને નવા મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. સંજય ગુપ્તાને ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાનો અનુભવ છે. તે આવતા વર્ષની શરૂઆતમાં જ પદ સંભાળશે.

ગુગલે કહ્યું છે કે ગુપ્તા દેશમાં ઇન્ટરનેટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને કંપનીના વ્યવસાયને વધારવાનું કામ કરશે. ગુપ્તા મુંબઈ રહીને ગુરુગ્રામ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં ગુગલની ટીમો સાથે મળીને કામ કરશે.

સ્ટારને બનાવી સૌથી મોટી મીડિયા કંપની 

સંજય ગુપ્તાએ સ્ટારને ભારતની સૌથી મોટી મીડિયા કંપની બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, તે હોટસ્ટારને લોકપ્રિય બનાવવામાં તેમની  મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. આ સિવાય તેમણે સ્ટારમાં રહીને પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગના અધિગ્રહણ અને લોન્ચિગમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સ્ટાર ઇન્ડિયા પહેલા ગુપ્તા હિન્દુસ્તાન યુનિલિવર અને એરટેલમાં કામ કરી ચૂક્યા છે.

સંજય ગુપ્તાએ કહ્યું કે તે આ નિમણૂંકથી ખૂબ ખુશ છે. ભારતની કેટલીક અનન્ય પડકારોને હલ કરવાની અને ઇન્ટરનેટને લોકો અને સમુદાયોના આર્થિક વિકાસનું એન્જિન બનાવવાની આ વધુ સારી તક છે. ગૂગલની શાનદાર ટીમમાં જોડાવા અને ભારતની ડિજિટલ યાત્રાને સહયોગ આપવાના કામ કરવા બદલ ખુશ છું.

Share This:  

Recent Comments

Leave Comments

Top