ગાંધી પરિવાર પરથી SPG સુરક્ષા વ્યવસ્થા હટાવશે મોદી સરકાર!

હવે મળશે Z+ સુરક્ષા

ગાંધી પરિવારને લગતા એક મોટા સમાચાર આવ્યા છે. મોદી સરકાર ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરીવાર પરથી એસપીજી સિક્યુરિટી કોર્ડનને હટાવવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં એસપીજીની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, હવે ગાંધી પરિવારની સુરક્ષા Z+ કેટેગરીની રહેશે અને CRPF કમાન્ડો સુરક્ષા ડ્યૂટીમાં તૈનાત રહેશે. ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે હવે એસપીજીની સુરક્ષા ફક્ત પીએમ મોદી પાસે જ રહેશે. કારણ કે આ પહેલા એસપીજીની સુરક્ષા ફક્ત ચાર જ લોકો પાસે હતી, જેમાં પીએમ મોદી સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામનો સમાવેશ થાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય તમામ સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ્સના આધારે લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગાંધી પરિવાર પર કોઈ હુમલો થવાની કોઈ ધમકી કે શંકા નહોતી.

તમામ પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષા વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને તે જરૂરીયાતના આધારે વધુ કે ઓછી કરવામાં આવે છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો હતો. તેમના પરથી SPG કવર પણ હટાવી CRPFની Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top