આ પાંચ ખેલાડીઓએ કાલે રાજકોટમાં રાખ્યો રંગ

બીજી ટી-20માં બાંગ્લાદેશને મળી કરારી હાર

કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ ઈનિંગના આધારે ભારતે બાંગ્લાદેશને બીજી ટી-20 મેચમાં આઠ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ટી ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1ની બરાબરી કરી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 15.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

રોહિત શર્મા

પહેલા ટી 20 માં ફક્ત આઠ રન બનાવનાર કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. હિટમેન રોહિતે 43 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. રોહિતે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ મેચમાં તે પોતાની પાંચમી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો હતો. રોહિત શર્મા ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર સદી ફટકારી ચુક્યો છે.

શિખર ધવન

બાંગ્લાદેશના 154 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ટીમ ઈન્ડિયાને શિખર ધવન અને રોહિત શર્માની સલામી જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ મળી ટીમ ઇન્ડિયાનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. પરંતુ 10.5 ઓવરમાં ભારતને પહેલો ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો. તે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 31 રન બનાવી આઉટ થયો હતો. અમીનુલ ઇસ્લામે તેને પોતાનો શિકાર બનાવ્યો.

યુઝવેન્દ્ર ચહલ

આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરી હતી. ચહલે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે સૌમ્યા સરકાર અને વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમને રવાના કર્યા હતા.

શ્રેયસ અય્યર

શિખર ધવન અને કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા પછી અય્યરે કેએલ રાહુલ સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી હતી. અય્યરે 13 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રનની ઇનિંગ રમી હતી.

દિપક ચહર

આ મેચમાં ઝડપી બોલર દિપક ચહરે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે બાંગ્લાદેશના કેપ્ટન મહમૂદુલ્લાહને શિવમ દુબેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મહેમૂદુલ્લાએ 21 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top