અમિતાભના ક્યા સવાલના કારણે સોશિયલ મીડિયા પર KBCનો થઈ રહ્યો છે વિરોધ?

ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે #Boycott_KBC_SonyTv

કૌન બનેગા કરોડપતિ એ ટીવી પર એક લોકપ્રિય શો છે. શો પણ ટીઆરપીની લિસ્ટમાં ટોચ પર પહોંચવામાં સફળ રહ્યો છે. અમિતાભ બચ્ચન ટીવી પર પોતાની સ્ટાઇલથી દર્શકોને ઝકડીને રહે છે. દરમિયાન, શો પર, અમિતાભ બચ્ચને એક સવાલ પૂછ્યો જેણે સોશિયલ મીડિયા પર યુઝર્સો ભડક્યા છે.

શો મા પૂછાયેલો સવાલ...

આમાંથી ક્યા શાસક મુગલ સમ્રાટ ઔરંગજેબના સમકાલીન હતા?

A. મહારાણા પ્રતાપ B. રાણા સાંગા C. મહારાણા રણજીત સિંહ D. શિવાજી

યુઝર્સને સોશિયલ મીડિયા પર ગુસ્સો આવ્યો કારણ કે અમિતાભ બચ્ચને 'છત્રપતિ શિવાજી મહારાજ' ને બદલે 'શિવાજી' કહ્યું. યુઝર્સોએ લખ્યું હતું કે, તે મરાઠા યોદ્ધાનું અપમાન છે અને શોના બૉયકૉટની માંગણી કરી. જેના કારણે #Boycott_KBC_SonyTv સતત ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top