આ કામવાળી બાઇ રાતોરાત સોશિયલ મીડિયા પર બની ગઇ સ્ટાર

જાણો, શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના પૂણે શહેરની એક કામવાળી બાઇનું વિઝિટિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ કાર્ડ ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિઝિટિંગ કાર્ડ વાયરલ થયા બાદ કામવાળી બાઇને આખા દેશમાંથી કામની ઓફર આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, પૂણેના બાઘવાન વિસ્તારમાં રહેતી ગીતા કાલે નામની મહિલા લોકોના ઘરે જઇને ઘર કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે રોજની જેમ ધનશ્રીબેનના ઘરે કામ કરવા માટે પહોંચી. 

તેને ઉદાસ જોઈ ધનશ્રીબેને તેને પુછ્યું ત્યારે ગીતા કાલેએ કહ્યું કે, મારી કોઈ ભૂલ વગર મને એક જગ્યાએથી કામથી કાઢી નાખી. ત્યારે ધનશ્રીબેનને ગીતા કાલેની મદદ કરવાનો વિચાર આવ્યો, તેઓએ ગીતા કાલેનું એક વિઝિટિંગ કાર્ડ બનાડાવ્યું જેમાં કામ પ્રમાણેની રકમ પણ લખવામાં આવી.

ધનશ્રીબેને ગીતા કાલેને આ કાર્ડ સોસાયટીમાં વહેવાનું કહ્યું. બસ ત્યારે જ આ કાર્ડ વૉટ્સએપ ગ્રુપમાં શેર થવા લાગ્યું. જોત જોતામાં આ કાર્ડ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયુ છે. આ વિઝિટિંગ કાર્ડ વાયરલ થયા બાદ કામવાળી બાઇને આખા દેશમાંથી કામ માટે ફોન આવવાના શરૂ થઇ ગયા.

Share This:  

Recent Comments

Leave Comments

Top