કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફટકાર્યો 14 કરોડનો દંડ

ચેરિટીના નાણાના દુરૂપયોગ બદલ ઠેરવ્યા દોષી

ન્યૂયોર્કની એક અદાલતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 20 લાખ ડોલર (લગભગ 14 કરોડ)નો દંડ ફટકાર્યો છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ પર વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર માટે ચેરિટીના નાણા ખર્ચ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે તેમને દોષી ઠેરવી આ દંડ ફટકાર્યો હતો. ટ્રમ્પને કહેવામાં આવ્યું છે કે તે ચેરિટીના નાણાનો ઉપયોગ તેની કંપનીના દેવા ચૂકવવા કરે. તે જ સમયે ટ્રમ્પ અને તેના વકીલો આ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે.

ન્યુ યોર્ક રાજ્યના ન્યાયાધીશ સેલિયન સ્કારપુલાએ ટ્રમ્પને આ રકમ અનેક સેવાભાવી સંસ્થાઓને આપવાનો આદેશ કર્યો છે. ન્યાયાધીશે આ નિર્ણય ન્યુયોર્ક એટર્ની જનરલ ઓફિસ દ્વારા ટ્રમ્પ વિરુદ્ધ દાખલ કરેલા દાવા પર સંભળાવ્યો હતો. ટ્રમ્પ ફાઉન્ડેશનની મિલકતોના ઉપયોગ અંગે દાવો કરવામાં આવ્યો હતો.

ન્યાયાધીશે કહ્યું કે ટ્રમ્પે 2016માં આયોવા કૉકસના દાવા માટે ફંડ એકત્ર કરવાના અભિયાનમાં ચૂંટણીના પ્રચારમાં સામેલ તેમના કર્મચારીઓને સંસ્થા સાથે કામ કરવા માટે અયોગ્ય રીતે મંજૂરી આપી. ન્યાયાધીશે કહ્યું કે ફંડ એકઠો કરવાના આ કાર્યક્રમનું આયોજન ટ્રમ્પના રાજકીય અભિયાનને આગળ વધારવાના હેતુંથી કરવામાં આવ્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top